રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારાહેલ્મેટ દ્રાઈવ ચાલી રહી છે જે અનુસંધાને નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા,તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા નર્મદા જીલ્લાના તમામ હાઇવે રોડ ઉપર ટુ વ્હીલર ચાલકો ફરજીયાત હેલ્મેટ પેહરે તે માટે આવા રોડ પર અવર-નવર વાહન ચેકિંગ કરી હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો પાસે થી દંડ વસુલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે
આજે સાંજે રાજપીપળા પોલીસ દ્વારા રંગ અવધૂત મંદિર પાસે હાઇવે ઉપર વાહન ચેકીંગ કરાઈ રહ્યું હતું ત્યારે રાજપીપળા થી બહાર નીકળતા બાઇક ચાલકોને પોલીસ ની ટ્રાફિક દ્રાઈવ વિશે ખબર પડતાં વિના હેલ્મેટ અને ત્રણ સવારી જતા બાઇક ચાલકો દંડ ભરવાના ભય થી કાલાઘોડા પાસેજ અટકી ગયા હતા ત્યારે કાલાઘોડા સર્કલ પાસે બાઇક ચાલકો નો જમાવડો જોવા મળ્યો હતો.