રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા કાળા ઘોડા સર્કલ નજીક આવેલા રંગ અવધૂત મંદિર પાસેથી ડીઓ સ્કુટી લઈ બેફામ જતા શ્યામ ભાઈ શનાભાઈ જોગીએ રોડની સાઈડમાં પગપાળા જતા સોમાભાઈ ભંગેલભાઈ વસાવાને પાછળથી ટક્કર મારતા રોડની સાઇડમા પાડી દેતા ઈજાઓ પહોચાડી તથા ડીઓ કુટીનો ચાલક તથા પાછળ બેઠેલ સાહેદ સ્કુટી સાથે રોડની સાઇડમાં પડી જતા પોતાને તથા સ્કુટી પાછળ બેઠેલ સાહેદને પણ શરીરે ઇજા પહોચાડી ગુનો કરતા દિપકકુમાર વિનોદચંદ્ર ભટ્ટ એ રાજપીપળા પો. સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે શ્યામભાઈ શનાભાઈ જોગી (રહે. ટેકરા ફળીયા, રાજપીપળા ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.