રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં અનલોક વનમાં હાલ બંને ચેક પોસ્ટ લોકડાઉન મુજબ જ રહેશે. માત્ર જરૂરી કામો જેવા કે મેડિકલ, દૂધ, શાકભાજી માટે જરૂરી પરવાનગી લઈને અવરજવર કરી શકાશે. અનલોક સંદર્ભમાં કલેકટર સલોની રાયએ જણાવ્યું કે, દીવની બહાર રહેતા ગુજરાતના વેપારીઓને દીવ જિલ્લામાં જેની દુકાનો છે તે જરૂરી પાસ કલેકટરેટ કચેરીમાંથી મેળવી અને વેપાર કરી શકશે. આ ઉપરાંત અન્ય પરવાનગી ટૂંક સમયમાં સરક્યુલર દ્વારા જાણ કરાશે. ઉનાના વેપારીઓને દીવમાં પાસ મેળવવા ચેકપોસ્ટ અને કલેકટરેટ કચેરીમાં કતારમાં જોવા મળ્યા હતા.