રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેરમાં નર્મદા પોલીસે ઘણા કેમેરા લગાવતા અનેક ગુના પણ ડિટેકટ થયા હશે પરંતુ એસટી ડેપોની પાછળના બંધ કેમેરા બાબતે સત્તાધીશો લાપરવાહ
રાજપીપળા શહેરમાં આમ તો ગુનાઓનું પ્રમાણ નહિવત છે પરંતુ ક્યારેક ચોરી, મારામારી જેવી ઘટના સમયે નર્મદા પોલીસે શહેરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા ખુબ ઉપગયોગી થઈ પડે છે અને ઘટના નું પગેરું સહેલાઇથી મળી જતું હોય છે સાથે સાથે રાજપીપળા શહેરમાં ઘણી દુકાનો,કોપ્લેક્સ પર લાગેલા કેમેરા પણ આવા સમયે ખાસ મદદરૂપ બનતા હોય છે તેવા સમયે રાજપીપળા એસટી ડેપો માં લાગેલા કેમેરાઓ પૈકી પાછળ પારસલ ઓફીસ પાસે લાગેલો કેમેરો ઘણા સમય થી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. કેમ કે ગત અઠવાડિયે જ ડેપો ની પાછળ એક મહિલા ને અડપલાં કરનારા યુવાન ની બરાબર ધોલાઈ કરાઈ હતી એ બાબતે પોલીસ જ્યારે ડેપો ના સીસી ટીવી ફૂટેજ માટે તપાસ કરવા ગઈ તો પાછળ નો કેમેરો બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અમે આ બાબતે રાજપીપળા એસટી ડેપો ના મેનેજર પી.પી.ધામા ડેપો પાછળ ના કેમેરા બાબતે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કેમેરો હોય તો કેમ બંધ છે તે હું ચેક કરાવી લઉ છું તેમ તેમણે જણાવ્યુ હતું. જ્યારે પોલીસ વિભાગ,ખાનગી સંસ્થાઓ,દુકાનદારો, કોપ્લેક્સ સહિતની અનેક જગ્યાઓ ઉપર કેમેરા લાગ્યા હોય અને એસટી ડેપો માં લાગેલો કેમેરો બંધ હાલત માં હોય ત્યારે ડેપો માં સંચાલન પર અનેક સવાલો ઉઠે છે.જોકે આ ડેપો માં વારંવાર બદલાતા ડેપો મેનેજરો ના કારણે ડેપો નું યોગ્ય અને નિયમિત સંચાલન થતું નથી માટે રાજપીપળા ડેપો માં લાંબો સમય ફરજ બજાવે તેવા ડેપો મેનેજર ને મુકાય તો કદાચ ડેપો ની ઘણી તકલીફો દૂર થઈ શકે છે.