રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેમાં રાજપીપળા શહેર માં તો જાણે કોરોના વિસ્ફોટ થયેલો જોવા મળ્યો હોય એમ એક જ દિવસ ઢગલા બંધ પોઝીટીવ દર્દીઓ આવ્યા જેમાં સિવિલ હોસ્પિટલ, બેંક સહિત ના કર્મચારીઓ કોરોના ની ઝપેટ માં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઘણા વિસ્તારો સીલ પણ કરાયા છે છતાં બિનજવાબદર કેટલાક લોકો હજુ બિન્દાસ બની ફરતા હોય પોલીસે લગામ લગાવવી ખૂબ જરૂરી થઈ પડી છે. ગુરુવારે નર્મદા માં એક સાથે ૪૦ કોરોના પોઝીટીવ કેસો આવ્યા જેમાં બેંક ઓફ બરોડા ના બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા શુક્રવારે બી.ઓ.બી શાખા બંધ કરવામાં આવી હતી.ત્યારે જાણવા મળ્યા મુજબ રાજપીપળા સ્ટેશન રોડ ની બેંક ઓફ બરોડા સોમવાર સુધી બંધ રખાશે.હાલ આ બેંક ના બે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેન્ક ને કોરોન્ટાઈન પણ કરવામાં આવી છે.