રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ડાકોર નગરપાલિકા ના સભા ખંડ માં બપોરે પાલિકાના પ્રમુખ ઘ્વારા સાધારણ સભા યોજવામાં આવી હતી..તેમાં જુદા જુદા સભ્યો ને વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી અને પ્રમુખ ઘ્વારા ઠરાવ કરવામાં આવેલ હતા જેમાં ડાકોર ગામ માં આશરે ૪ કરોડ ના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આ રૂપિયા ડાકોર ગામ માં રસ્તાના નિર્માણ માટે ગટર લાઈન માટે તેમજ બીજા બધા વિકાસ કર્યો કરવામાં આવશે તેવું જાણવામાં આવ્યું છે.
ગતરોજ યોજાયેલ સભામાં ડાકોર નગરપાલિકા ના પ્રમુખ ઘ્વારા બોલાવેલ સભા માં વિરોધ પક્ષના નવ સભ્યોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જેમાં પક્ષના સભ્યો ઘ્વારા નગરપાલિકાના અધિનિયમ ની જોગવાઈ ૫૧ મુજબ નવ સભ્યો ઘ્વારા ડાકોર શહેરના ચીફ ઓફિસરને લેખિત જાણકારી આપવામાં આવી હતી વિરોધ પક્ષના સભ્યો એવું કહેવું હતું. સભા યોજવાની તારીખ ૭ દિવસ પેલા દરેક સભ્યો ને અજેન્ડા બજાવી અને ૨૧મી તારીખ સામાન્ય સભા રાખી નગરપાલિકાના અધિનિયમ ભંગ કરવામાં આવ્યું.