નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત રૂા.૧૦,૪૩,૩૪૩ ના લાખના ખર્ચેની એમ્બ્યુલન્સ વાન ફાળવાઇ

આરોગ્યની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ અનવ્યે રૂા.૧૦,૪૩,૩૪૩ ના લાખના ખર્ચેની એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે જેનું ગઇકાલે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર મનીષાબેન વસાવા સહિત આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપીને એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે જિલ્લા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર મનિષાબેન વસાવાને આરોગ્ય વાનની ચાવી અર્પણ કરી હતી. અધિકારી ડૉ. વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત રૂા. રૂા.૧૦,૪૩,૩૪૩/- ના લાખના ખર્ચની એમ્યુલન્સ વાન બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *