છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ નો અંધેર વહીવટ સામે આવ્યો.

Chhota Udaipur Latest
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એમ.જી.વી.સી.એલ ના અંધેર વહીવટથી ગ્રાહકો હેરાન પરેશાન થયા છે. જેથી આજરોજ કેટલાક ગ્રાહકોએ એમ.જી.વી.સી.એલના વહીવટને લઈ પોતાનો રોજ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. તેમજ ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા હોવાની પણ ગ્રાહકોએ ફરિયાદ કરી હતી.

નસવાડી તાલુકાના પલાસણી ગામના નયન મહંત નામના ગ્રાહકને પોતાના ઘરના સર્વિસ વાયર તૂટી જતા તેઓએ તંત્રને જાણ કરી હતી છતાં પણ એમ.જી.વી.સી.એલ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા તેઓ આજે સોમવારે એમ.જી.વી.સી.એલ કચેરી એ રૂબરૂ અધિકારીને પોતાની રજૂઆત કરવા ગયા હતા પરંતુ એની અસર ના જવાબદારી અધિકારી ઓફિસે હાજર મળ્યા ન હતા અને યોગ્ય જવાબ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાથી તેઓ પોતે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.તેઓ પોતે જણાવે છે કે હું નયન મહંત છેલ્લા છ દિવસથી મારા ઘણો વાયર તૂટી જતા તંત્ર જાણ કરી હતી આજે ચોથો દિવસ થયા છતાં પણ હજુ સુધી મારા ઘરે વાયર ના આયો નથી અને આજરોજ અમો ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે તેઓ અમને જણાવે છે કે હજુ વાયર આવ્યો નથી અને દસ દિવસ હજુ લાગશે. તો શું મારે હજુ ૧૦ દિવસ સુધી અંધારા માં રહેવાનું જેવા પ્રશ્નો મૂકી બીજા સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યા હતા. જ્યારે બીજા એક ગ્રાહકે પોતાની ફરિયાદ કરતા એવું જણાવે છે કે અમે ત્રણ વર્ષ પહેલા ખેતી ના વીજડીની નામ ટ્રાન્સફર કરવા બાબતે અમે અરજી ફાઈલ આપેલ હતી અને અમો વારંવાર અહીં ઓફિસે ધક્કા ખાઈ એ છીએ આજરોજ તંત્ર દ્વારા મને એવું જણાવવામાં આવે છે કે તમારી ફાઇલ ક્યાંક ખોવાઈ ગઈ છે તો હવે આ ફાઈલની જવાબદારી કોની? તો શું ફાઈલ નહીં મળે તો તંત્ર દ્વારા અમારું વીજ કનેક્શન નામફેર નહીં કરી આપે.આમ એમ.જી.વી.સી.એલ ની ફોર બેદરકારી સામે આવી હતી.

આમ નસવાડીના એમ.જી.વી.સી.એલના જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગ્રાહકોને હેરાન-પરેશાન કરતા ગ્રાહકો રોષે ભરાયા હતા. તસવીરમાં એમ.જી.વી.સી.એલ ના જવાબદાર અધિકારીની ખુરશી ખાલી જોવા મળે છે. તેમજ બીજી તસવીરમાં ફરિયાદ કરવા આવેલા ગ્રાહકો નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *