બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જૂની અદાવતે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપનાર બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા કોલોની બ્લોક નં- ૨૩/ ૧૩૩ કેટેગરી સી, માં રહેતા શારદાબેન અશ્વિનભાઈ તડવી એ આપેલી ફરિયાદ અનુસાર તેમના પતિ અશ્વિનભાઈ ભણા ભાઈ તડવી તેમના બ્લોક સામે પોતાની ફોર વ્હીલ ગાડી પાર્ક કરી બાજુમાં બેઠા હતા તે વખતે જૂની અદાવતના કારણે નજીકના કોઠી ગામમાં રહેતા સોમાભાઇ મનુભાઈ તડવી ઈકકો ગાડીમાં બેસી ત્યાં આવી અશ્વિનભાઈને ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી તેમજ તેની સાથે આવેલા રાજેન્દ્રભાઈ કેસૂરભાઈ તડવી એ તેમને પકડી રાખી તથા સોમા તડવી એ તેમના હાથમાની બેઝબોલની બેટથી સપાટા મારી તથા ઈકો ગાડીમાથી ધારિયું કાઢી શારદાબેન ની ફોર વ્હીલ ને ધારિયાના સપાટા મારી ગાડીના કાચ તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ બાબતે કેવડિયા પોલીસે શારદાબેન ની ફરિયાદ ના આધારે કોઠી ગામના બે હુમલાવરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.