રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સિધ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સિધ્ધપુર શહેર અને હાઇવે વિસ્તારમાં ઢોરો ઠેર ઠેર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના લીધે હાઈવે પરથી પસાર તથા વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડે છે , અને હાઈવે પર રખડતાં ઢોરોના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. સિધ્ધપુર શહેરના ધર્મ ચકલા ,અલવાના ચકલા ,નિશાળ ચકલા ,મંડી બજાર ચોકમાં ,પથ્થર પોળ પાસે,જુના ગંજ બજાર પાસે,દેથળી ચાર રસ્તા,તાવડીયા ચાર રસ્તા,પસવાદળ ની પોળ પાસે,ઝાંપલી પોળ વિસ્તાર જેવા શહેર અને હાઈવે ના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે.
અગાઉ રખડતાં ઢોરોના કારણે એમ.પી.હાઇસ્કુલ પાસે અને નવાવાસ વિસ્તારમાં બે વ્યક્તિઓના મોત પણ નિપજ્યા હતા , અને ઢોરો ઝગડવાના કારણે મંડી બજાર વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીને પણ નુકસાન થયેલું છે. સિધ્ધપુર નગરપાલિકા તંત્ર તથા નગરપાલિકાની ઢોર પકડવાની શાખા વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી શહેરીજનો અને વાહન ચાલકો ની માંગ છે.