રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સેવા પરમો ધર્મ ની પરિભાષા વ્યક્ત થાય છે નિસ્વાર્થ ભાવની સેવામાં
“જન સેવા ગ્રુપ “દ્વારા કોરોના મહામારી વિકટ સંજોગોમાં જ્યારે આખું વિશ્વ સંપડાઈ ગયું છે ત્યારે જરૂરિયાત મંદ નો સહાય થનાર આ ગ્રુપની કામગીરી સરાહનીય છે તમામ સભ્યો સતત છેલ્લા ૩૫ દિવસથી આ સેવાયજ્ઞ કરી રહ્યા છે.
લાયન્સ ક્લબ લુણાવાડા તથા મહિસાગરનો પણ આ ગ્રુપને ખૂબ જ સપોર્ટ થઈ રહ્યો છે.” વિના સહકાર નહિ ઉદ્ધાર” કહેવત મુજબ ઘણા બધા દાતાશ્રીઓ પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થઇ રહ્યા છે. દેશની મહામારીના આ સમયમાં વિવિધ જિલ્લાઓ માંથી પગપાળા પોતાના વતનને પરત ફરતા વ્યક્તિઓની પરિસ્થિતિ જોઈ આંખમાં આંસુ આવી જાય છે.
તેવા વ્યક્તિઓ જ્યારે ઉનાળાની ગરમીમાં ચાલતા રોડ ઉપર થી પસાર થતા હોય ત્યારે તેમની નજરમાં આવતા ગ્રુપ જમવાની વ્યવસ્થા કરે છે આ “જન સેવા ગ્રુપ” દ્વારા લુણાવાડા નગરમાં આજુબાજુ માં આવેલા અંતરિયાળ વિસ્તારમાં મોટા પાયે ભૂખ્યાને ભોજન નું આયોજન પણ કરવામાં આવ્યું છે।અન્ન ને બ્રહ્મ કહેવાય છે. કોઈક ના પેટની આંતરડી ઠારતા હજારો પુણ્ય મળે છે.
જમવાની સાથે સાથે નાના બાળકોને સેનેટાઇઝ વડે હાથ ને પાણી થી કઇ રીતે સાફ કરવા તે પણ શીખવાડવામાં આવી રહ્યું છે. આ સેવાકીય યજ્ઞ લોકડાઉન શરૂ થતાની સાથે જ શરૂ કરવામાં આવ્યો હતો. નિયમિત આજદિન સુધી પણ સેવાયજ્ઞ ચાલઈ રહેલ છે.આ સેવાકીય કાર્ય માં દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવતી સેવાકાર્યમાં ભરતભાઈ ભોઈ તથા મહિપાલસિંહ રાઠોડ ,અક્ષયભાઈ,અભિ પટેલ,જૈમીન મારવાડી,અભિ કાકા તથા આખું ગ્રુપ પોતાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે