રિપોર્ટર:- પાયલ બાંભણિયા, ઉના
ઉનામાં છેલ્લા ૩૮ દિવસથી દરરોજ સવાર સાંજ ભૂખ્યા ૫૦૦ થી વધુ લોકોને ભોજન કરાવી સેવા કરતા ઉના શહેરમાં રહેતા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ બિપીનચંદ્ર હરિદાસ નિમાવત તથા તેમના ગ્રુપના સચિન નિમાવત, હિરેન નિમાવત, દેવરાજ રામ, ચંદ્રેશ મેવાડા, વિવેક વ્યાસ, રામજીભાઈ બાંભણીયા તથા મિત્ર મંડળ ગાયત્રી સોસાયટીમાં તેમના ઘરે જાતે રસોઈ બનાવી દાળ ભાત, શાખ રોટલી, ગરમાં ગરમ ભોજન પોતાની મારુતિ વાનમાં રામનગર ખરા વિસ્તાર તથા ઉનાના વિવિધ વિસ્તારમાં જરૂરિયાત મંદો રહેતા હોય ત્યાં રૂબરૂ જઈ છેલ્લા ૩૮ દિવસમાં રોજ બપોરના ટાઈમે ૫૦૦ લોકોને અન્નાપૂણૅ યજ્ઞ કરી રહ્યા છે
તેમજ કોઈપણ ફાળો લીધા વગર સ્વખર્ચે આ રસોડું ચલાવી માનવતાનો સેવા યજ્ઞ કરી રહ્યા છે. અને જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે સેવા આપવા માટે બિપીન ચંદ્ર હરિદાસ નીમાવતે તેમના કોન્ટેક્ટ નં.૯૮૨૪૯૫૧૫૯૮ પણ આપ્યા છે.