રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જિલ્લાની સરકારી અને બિનસરકારી શાળાઓ, શિક્ષકો અને કર્મચારીઓ દ્રારા સી.એમ.રિલિફ ફંડમા યોગદાન આપવા માટે રૂ.૮૭ લાખથી વધુ રકમનો ચેક કલેકટર અજયપ્રકાશને જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ અર્પણ કર્યો હતો. ગ્રાન્ટેડ મા.અને ઉ.મા.સ્ટાફ દ્રારા રૂ.૨૦,૮૫,૩૪૧, પ્રા.શાળા સ્ટાફ ઉના દ્રારા રૂ.૧૪,૮૪,૧૩૭, પ્રા.શાળા સ્ટાફ ગીરગઢડા દ્રારા રૂ.૭,૧૪,૦૬૭, પ્રા.શાળા સ્ટાફ સુત્રાપાડા દ્રારા રૂ.૯,૦૪,૧૫૨, પ્રા.શાળા સ્ટાફ કોડીનાર દ્રારા રૂ.૧૨,૫૭,૨૮૮, પ્રા.શાળા સ્ટાફ તાલાળા દ્રારા રૂ .૫,૯૪,૯૧૮, પ્રા.શાળા સ્ટાફ વેરાવળ દ્રારા રૂ.૧૨,૯૧,૧૦૭, સર્વ શિક્ષા અભિયાન દ્રારા રૂ.૧,૫૧,૦૫૩, સરકારી મા.અને ઉ. મા.સ્ટાફ દ્રારા રૂ.૨,૦૩,૭૧૬ અને ડિ.ઈ.ઓ.સ્ટાફ દ્રારા રૂ.૨૦,૭૫૮ સહિત કુલ રૂ.૮૭,૦૬,૫૩૭ રકમનું યોગદાન સી.એમ.રિલિફ ફંડમાં આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની સરકારી, બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પ્રાથમિક જિલ્લા પંચાયત સમિતિના શિક્ષકો, સર્વ શિક્ષા અભિયાન તેમજ ડી.ઈ.ઓ.સ્ટાફ સહિત જુદા-જુદા દસ વિભાગો માંથી એપ્રિલ-૨૦૨૦ના પગારમાંથી એક દિવસનો પગાર સી.એમ. રિલિફ ફંડમાં જમા કરાવી યોગદાન આપવામાં આવેલ છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.