ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગ્રામ પંચાયત કાઠડી માં આંગણવાડીમાં ભરતી અંગે ગામ બહારની વ્યક્તિની નિમણુંક કરતા વિવાદ સર્જાયો..

Kheda
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર

ગળતેશ્વર તાલુકાના વાંગરોલી ગ્રામ પંચાયત ના પેટા પરા માં કાંઠડી ગામ માં આંગણવાડી ની કાર્યકર્તા ની ભરતી અંગે બહારના ગામની વ્યક્તિ ને ઓડર મળતા ગ્રામ જનોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે ને આંગણવાડી માં બાળકો મોકલીસુ નહીં જ્યાં સુધી ગામ લોકો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી તારા મારી ને બાળકોને પ્રાઇવેટ મકાનમાં બેસાડીને રોજ ગામના દરેક વ્યક્તિ ઓ દ્વારા નાસ્તો આપીને ચલાવવા મા આવશે પણ સરકારી આંગણવાડી મકાન ને તાળું નહીં ખોલવાજણાવ્યું હતું જે વ્યક્તિ ને ઓર્ડર આપવામાં આવ્યો છે તે બૈડપ ની છે જે ગામ કાંઠડી થી(૯) નવ કિલોમીટર દૂર થી આવે છે અમારા બાળકો એમના ભરોંસે અમે ના મોકલી શકીયે ને ગામની વ્યક્તિ હોય તો તેને ભરોંસો રાખીને ને બાળકો ને કાઈ પણ તકલીફ હોય તો ગામની આંગણવાડી કાર્યકર્તા હોય તેને જણાવી શકે તો તે તકલીફ દૂર કરી શકે એવું ગામના લોકોનું કહેવું છે અને તેનો વિરોધ ગ્રામ જનોએ લેખિત ૦૭/૦૯/૨૦૨૦ ના રોજ એ.ડી રજિસ્ટર થી કરેલ હતો પરંતુ તેનો લેખિત માં કે મૌખિક માં કોઈ જવાબ વગર આ ઓડર કરેલ છે જેથી ગ્રામજનો એ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *