પાટણ: સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને માન મોભાને હાનિ પહોચાડનાર સામે ફરિયાદ..

Patan
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર

સમાજ સેવક ઉપર આક્ષેપ કરવો ભારે પડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના હર્ષદ કુમાર અમરતલાલ પટેલ ઉપર ગ્રામપંચાયત મા ગામના જ વ્યક્તિ રમેશભાઈ ત્રીભોવન ભાઈ પટેલ દ્વારા અરજી કરવામા આવી હતી કે હર્ષદ ભાઈ દ્વારા એઠવાડ કચરો નાખી ગંદકી થાય અને આરોગ્ય ઉપર માઠી અસર પહૂચે છે જેની અરજી કરતા આ અરજીના સંદર્ભે પંચાયત દ્વારા પટેલ હર્ષદ ભાઈ ને નોટિસ આપવામા આવી હતી જે નોટિસ આવતા હર્ષદ ભાઈ દ્વારા આરોગ્ય તંત્ર ને લેખિત મા જાણ કરી સ્થળ તપાસ કરાવતા આ એક ખોટી અરજી સાબિત થઈ હતી અને આ અરજી ને પંચાયત દ્વારા ફાઈલે કરવામા આવી હતી પરંતુ પૂર્વગ્રહ અને વેૈમનસ્ય રાખી ખોટી અરજી કરનાર વિરૂધ્ધ હર્ષદભાઈ દ્વારા માનહાની બદનક્ષી તેમજ હાની બાબતે ફરિયાદ આપવામા આવી હતી જો કે પોલીસે આરોપી રમેશ ભાઈ ત્રીભોવનભાઈ પટેલ નીં અટકાયત કરી કાયદેસર નીં કાર્યવહી કરી હતી,વધુ મા હર્ષદ ભાઈ ગણી બધી સંસ્થા તેમજ સામાજિક,રાજકિય સારી પ્રતિષ્ઠિા ધરાવે છે સાથે સામાજી કાર્યરતા પણ છે ને આરોગ્ય સેવા સાથે જોડાયેલા પણ છે, તેવો એ જણાવ્યુ હતુ કે આવા લોકો સમાજ ના નેક કાર્યો કરતા લોકો ઉપર કિન્નાખોરી રાખી અને સમાજ ને ગુમરાહ કરવાના પ્રયત્નો કરતા હોય છે અને સમાજ સમાજ માટે દેશ માટે કંઈક સારૂ કાર્યકરતા લોકો ને નડતરરૂપ થઈ અને સમાજ ના દેશ ના વિકાસ ને રોકવા મોટો ભાગ ભજવતા હોય છે આવા લોકો ને ખરેખર શિક્ષા મળવી જોઈએ જેથી સમાજ નો વિકાસ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *