રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા
આજ રોજ સવારે ૭.૩૦ સમય દરમ્યાન દુમાડ દેણા ગામ જવાના રસ્તે સઁવેશ્રવર મહાદેવ મંદિર નજીક વરસાદી કાંસ માથી અંદાજીત આશરે ૩૦ થી ૩૫ વષઁના અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં, ગામનાં લોકોએ રૂલર પોલીસ ને જાણ કરતા રૂલર પોલીસ આવી જતાં લાશને બહાર કાઢી તપાસ કરતાં અંદાજીત આ લાશ આશરે ૫ થી ૬ દિવસ દરમિયાન ની પાણી માં રહેલ જણાય જે ડિકંપોઝ થયેલ ,તથા લાશ પર ઘાના નિશાનો પણ જણાઈ આવે છે, લાશ નું નિરીક્ષણ કરતા હત્યા કરાઈ તથા લાશને આ કાસ માં નાખીને હત્યા કરનાર જતા રહેલ હોવાનું જણાઈ આવે છે ,સ્થળ પર એફએસસેલ ટીમ આવી તપાસ કરેલ છે. વડોદરા રૂલર પોલીસે લાશનું પંચનામું કરી વાલી વારસને શોધવાની તજવીજ હાથ ધરી તથા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાયઁવાહી કરી ઉપરોક્ત ગુનાની તલસ્પર્શી તપાસ હાથ ધરવાની કાયઁવાહી શરૂ કરેલ છે.