બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં સૌથી વધુ-૭૭ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો-૫ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં-૧૭ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૧૭ મિ.મિ. અને સાગબારા તાલુકામાં-૯ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૫૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૩૧૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૮૫૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૫૨ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૭૬૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૩૭.૫૧ મીટર, કરજણ ડેમ-૧૧૨.૮૨ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૨ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૧ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૫.૮૫ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.