રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યાં શિક્ષણનો અભાવ જોવા મળે છે અને કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ છે. જિલ્લામાં બાળ લગ્નનું દૂષણ પણ જોવા મળે છે. જેને કારણે કુપોષિત બાળકોનો જન્મ, બાદ મરણ, માતા મરણનું પણ પ્રમાણ વધે છે. જો પુખ્ત વયની ઉંમરે લગ્ન થાય તો માતા અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે. આ માટે બાળ લગ્ન પ્રતિબંધિત વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ દ્વારા હાલમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો જેમાં કલેક્ટર મનોજ કોઠારી સહિત ધારાસભ્ય, સાંસદોના જિલ્લા બાળ લગ્ન દૂર કરવા જેનાથી થતા નુકસાન ફાયદા, ગેરફાયદા સહિત ક્યારે લગ્ન કરવા સાહિતની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી જાહેર કાર્યક્રમો છોડી કોરોનામાં અનોખો પ્રચાર કરી રહ્યા છે.
આ બાબતે નર્મદા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એસ.વી રાઠોડે જણાવ્યું છે કે હાલ કોરોના મહામારી દરમિયાન લોકસંપર્ક થઈ શકતો નથી જેથી વોટ્સએપ અને ફેસબુક જેવા સોસીયલ મીડિયાના માધ્યમ થકી મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો અભિયાન અંતર્ગત મહાનુભાવો થકી લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે ઉપરાંત તેઓએ લોકોને આહવાન કર્યું છે કે બાળલગ્ન વિશે માહિતી આપનાર ની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે જેથી વિના સંકોચે લોકો સમાજ માંથી બાળલગ્ન પ્રથા દૂર કરવા આગળ આવે અને અત્રેની કચેરી માં જાણ કરે અન્ય વિશેષ સુવિધા માં ઓફીસ સમય બાદ પણ ક્યુઆર કોડ સ્કેન કરી વોટ્સપ ના માધ્યમ થી પણ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીનો ૨૪ કલાકમાં ક્યારે પણ સંપર્ક થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.