વડોદરા : કોરોનાના વધુ ૧૯ પોઝિટિવ કેસ સાથે કુલ કેસ ૩૦૪, મૃત્યુઆંક ૨૦ એ પહોંચ્યો…

Corona Latest vadodara

કોરોના કેસમાં દિવસે દિવસે થતો વધારો, વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરામાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કુલ કોરોના વાઈરસના 304 પોઝિટિવ કેસ થયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધીને 20 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે આવેલો 19 પોઝિટિવ કેસમાં નાગરવાડા, રાવપુરા, યાકુતપુરા, હરણી-વારરિયા રિંગ રોડ, પાણીગેટ, વાઘોડિયા રોડ, ન્યાયમંદિર અને મોગલવાડા વિસ્તારમાંથી કેસો નોંધાયા છે.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા શેખ ફરીદ મહોલ્લામાં રહેતા 45 વર્ષના સરવરભાઇ રઝા મન્સુરીનું કોરોના વાઈરસથી ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે બુધવારે સાંજથી લઇને આજે સવારે 10 વાગ્યા સુધી લેવાયેલા 169 ટેસ્ટમાંથી 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 150 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 99 લોકો સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *