રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અનુષ્ઠાનમાં બેઠેલા ઉષા મૈયા આજે બંધ કમરામાંથી બહાર નીકળી સોમનાથ દર્શન અર્થે રવાના થયા
રાજુલામાં કાના તળાવ શિવકુંજ આશ્રમના ઉષા મૈયા શ્રાવણ માસમાં એક માસના અનુષ્ઠાન પર હતા. જે આજે પૂર્ણ કરી ઉષા મૈયા બંધ કમરામાંથી બહાર નીકળી દર વર્ષની જેમ સોમનાથ મંદિર ખાતે દર્શન અર્થે રવાના થયા હતા.
સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ આશ્રમના ઉષા મૈયા દેવી છેલ્લા એક માસથી રાજુલા ખાતે લાલજીભાઈ સરવૈયાની વાડીમાં એકાંતમાં એક બંધ રૂમમાં એક માસથી શ્રાવણ માસમાં અનુષ્ઠાન કરી રહ્યા હતા. અહીં અનુષ્ઠાન દરમિયાન તેઓ માત્ર જમવામાં ફળ આરોગતા હતા. ત્યારે ઉષા મૈયા આજે અનુષ્ઠાન પૂર્ણ કરી રૂમની બહાર આવતા ભક્તોએ પૂજા અને હનુમાન ચાલીસા કરવામાં આવ્યા હતા. જે બાદ શરણાયના સૂરથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઢડા આશ્રમના જ્યોતિ મૈયા સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કાના તળાવ આશ્રમના ઉષા મૈયા દર વર્ષની જેમ અનુષ્ઠાન પૂર્ણ કરી રાજુલાથી સોમનાથ મંદિર દર્શન અર્થે રવાના થયા હતા..