ભાવનગરમાં કોરોના મહામારી વચ્ચે જન જન ની સુખાકારીમાં ધન્વંતરી રથનું ઉત્કૃષ્ટ યોગદાન.

Bhavnagar Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરી રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ પ્રેરણાદાયી બની ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગુજરાતની ધન્વંતરી રથની આરોગ્ય સેવાની સકારાત્મક નોંધ લઈ સેવાની પ્રશંસા કરી છે. મોબાઈલ ટીમમાં તૈનાત ડોકટર અને તેમની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરઆંગણે જઇને વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કરીને દવાનુ વિતરણ કરવાની સાથોસાથ રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ કરે છે.અને ધન્વંતરી રથના તબીબ પાસેથી કોરોનાથી બચવાનું માર્ગદર્શન પણ લોકોને મળી રહ્યું છે.

ધન્વંતરિ રથ દ્વારા તાવ,શરદી-ઉધરસ,ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી બિમારીનું નિદાન ઉપરાંત થર્મલ ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર, ગ્લુકોમીટર સહિતના આધુનિક સાધનો દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જીલ્લામાં 34 ધન્વંતરી રથથી શરૂઆત થઇ હતી. તેમાં તબકકાવાર વધારો કરીને 44 ધન્વંતરી રથ પ્રજાના આરોગ્ય માટે સેવારત કરવામાં આવ્યા, જેના થકી કુલ 13,046 તાવના કેસો, 12473 હાયપર ટેન્શન અને 10,561 ડાયાબિટીસના દર્દીઓ જ્યારે અન્ય નાની-મોટી બિમારી ધરાવતાં 2,13723 દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. કોરોના સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓ પણ રથ દ્વારા આપવામાં આવે છે. રોગ પ્રતિકારશક્તિ વર્ધક આર્સેનિક આલ્બ સહિતની હોમિયોપેથી દવાનું 1,32,215 લોકોને,તેમજ આયુર્વેદિક દવા- સંશમની વટી પણ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ શીતલબેન સોલંકીના સંકલન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે.

ઓક્સિજન લેવલ ચેક કરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને આરોગ્ય રથે સમયસર સારવાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ સેવામાં આજ સુધી ૯૫ ટકાથી ઓક્સિજન લેવલ ઓછું હોય એવા 57 વ્યક્તિઓ નોંધાયા છે. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી છે.જ્યારે વધુ સારવારની જરૂરિયાત હોય તેવા 295 દર્દીઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. ધન્વંતરિ રથ દ્વારા શરદી, ઉધરસના કેસો મળી આવ્યાં છે, જેમને દવા અને સારવાર આપવામાં આવી છે. જરૂર જણાય એવા કેસોમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી 18,733 રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

જિલ્લા આર.સી.એચ અધિકારી ડૉ પી.વી રેવરના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યક્તિને સરળતાથી શોધી સમયસર સારવાર આપવાના કારણે સંક્રમણને આગળ વધતું અટકાવવામાં જિલ્લાના આરોગ્ય તંત્રને સફળતા મળી છે. આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા હોટસ્પોટની માહિતી મેળવી, તેમજ એક્ટિવ કેસ અને સંવેદનશીલ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં વધુ ધન્વંતરી રથ મોકલી પ્રાથમિકતા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *