રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
હાલમા જે કોરોના વાયરસ ની મહામારી આખા દેશમાં ફેલાઈ રહી છે અને તેના સંદભે આ વખતે નવરાત્રીમા યોજાતા ગરબા અને ઘણા ખરા કાર્યક્રમો પણ સરકારના આદેશ અનુસાર બંધ કરી દેવામા આવ્યા છે તેની સાથે જ ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર પણ આ વખતે નવરાત્રીમા યોજાતા ગરબા રદ કરી દેવામા આવ્યા છે અને સરકાર દ્વારા યાત્રીકોની લાગણીને માન આપતા અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે નવ દિવસ ખુલ્લું મુકવામાં આવનાર છે અને તેની સાથે પ્રસાદ વિતરણ પણ ચાલુ રાખ્યુ છે જેથી કરીને યાત્રીકો દર્શન કરી અને જગતજનની માઁ અંબા નો પ્રસાદ મોહનથાળ પણ મેળવી શકશે અને આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે મોહનથાળ ના ચાર લાખ પેકેટ વધુ તૈયાર કરવામાં આવશે. તેની કામગીરી પણ અંબાજી મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આની સાથે જ નવરાત્રીનો પાવન પર્વ નિમિત્તે અંબાજી મંદિર ને પણ રાત્રીના સમયે એક અદ્ભુત નજારા સ્વરુપે ફોક્સ લાઈટ દ્વારા સજાઈ દેવામા આવ્યુ છે અને આની સાથે જ નવરાત્રી મા અંબાજી મંદિરના દર્શન સમય મા પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તારીખ= 17/10/2020થી સવારે 8:00 થી 11:30 અને બપોરે 12:30 થી 16:15 સુધી અને રાત્રે 19:00 થી 21:00 સુધી અંબાજી મંદિર દર્શમાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.