રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમા વિવિધ વર્ગની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે.કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ ટેમ્પરેચર ગન, ઓટોમેટિક સેનિટાઈઝેશન મશીન, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે બેંજીસ પર બેસવાની સુવિધા ઉભી કરાઇ છે સાથે સાથે તમામ રૂમની બેનચીસ પણ બે ટાઈમ સેનિટરાઝેશન કરવામાં આવે છે તથા વિધાર્થીને મુશ્કેલી ન પડે તે માટે બહાર ખુલ્લા મેદાન ના ઓટલા પર બેઠક વ્યવસ્થાના બોર્ડ મુકવામાં આવ્યા છે.આમ આ કોલેજ ના પ્રિન્સિપાલ સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરતા જોવા મળ્યા હતા.