બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
સંમેલનના પારંભમાં ભારત માતા તથા દેવમોગરા માતાજીની છબીને ફુલહાર કરી,દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને વંદે માતરમ ગીત થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં આદિવાસી સમાજમાં આદિવાસી હિન્દુ નથી, આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધામાં, દેવી દેવતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવે છે. આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેવી બાબતે સાવધાન રહેવા તથા આપણા આસ્થાના કેન્દ્રો દેવમોગરા માતાજી, ગામે-ગામે ભાથીજી મહારાજ મંદિર, હનુમાન મંદિર, મહાદેવના મંદિર, માતાજી ના મંદિરો વગેરેમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી, પરમાત્માના અવતાર શ્રી રામચંદ્ર માં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા રાખવી, આદિવાસી વર્ષોથી હિન્દુ છે, અને રહેવાનો છે, કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મ થી આદિવાસીઓને અલગ કરી શકે. તે વિષય પર ખુબજ ભાર મૂક્યો હતો. સાથે સાથે આદિવાસીઓના હક અને અધિકાર, શિક્ષણ, સિંચાઈ, વન અધિકાર જેવા વિકાસના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત પેસા એકટ,શિડયુલ પાંચ અને છ વિશે વિસ્તૃત માહિતી ઉપસ્થિત કાર્યકર્તાઓને આપી હતી. જેમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોએ રાષ્ટ્રીય આદિવાસી મંચના અધ્યક્ષ નિતીનજી પારગી, ડો. વિશાલ ભાઈ વલવી, ડો.પંકજ પટેલ, જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ ભાઇ વસાવા,દિનેશભાઈ દાદા રાષ્ટ્રીય આદિવાસી મંચ મહામંત્રી, સુધીરભાઈ રાષ્ટ્રીય આદિવાસી મંચ મંત્રી, દિલીપભાઈ રાષ્ટ્રીય આદિવાસી મંચ કોષાધ્યક્ષ, રાજુભાઈ દાદા,માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા,ડો.વિનોદ ભાઈ કૌશિક વગેરે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.