રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
ગઇ તા . ૧૮/૦૫/૨૦૨૦ ના રાત્રીના બે વાગ્યના સમયે જેતપુર , નવાગઢ ચોકડી પાસેથી ફુટપાથ પર રહેતા પરીવારની છ વર્ષની બાળકીને એક અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરેલનો બનાવ જાહેર થયેલ હતો. જે બનાવ પ્રથમથીજ વણશોધાયેલ હતો. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક અસરથી આ અજાણ્યા ઇસમને પકડી પાડી ગુનો શોધી કાઢવા અંગે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પો. ઇન્સ.શ્રી એમ.એન.રાણા તથા એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસોને સુચના તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેથી આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા અંગે તપાસમાં હતા તે દરમ્યાન એક ઇસમ જેતપુર શહેર ખાતેથી એક શંકાસ્પદ ઇસમનો બનાવના સમયગાળા દરમ્યાન ભાગતો સી.સી.ટી.વી. જોવામાં આવેલ હોય જે ઇસમની તપાસ કરતા હતા તે દરમ્યાન પો. કોન્સ . દિવયેશભાઇ સુવા મળેલ હકિકત આધારે આ સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાય તે ઇસમને જેતપુર, નવાગઢ ખાતેથી પકડી હસ્તગત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી – સોનું સ.ઓ. જગદિશભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨ ધંધો- મજુરી કામ રહે- હાલ- જેતપુર , નવાગઢ , ગઢની રાંગ , શ્રીનાથ પ્રોસેસની બાજુમાં આવેલ ઓરડીમાં, મુળ ગામ – બસઇ તા. નીચલોન જી . મહારાજગંજ ( ઉત્તરપ્રદેશ ) ડીટેક્ટ થયેલ ગુન્હો, ( ૧ ) જેતપુર સીટી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૦૦૯૮૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૬૩,૩૬૬,૩૭૬ ( ૨ ) આઈ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૬
કામગીરી કરનાર ટીમ
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો . ઇન્સ . શ્રી એમ.એન.રાણા તથા પો . હેડ કોન્સ . મહીપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી , જયેન્દ્રસિંહ વાઘેલા , બ્રિજરાજસિંહ જાડેજા , રવિદેવભાઇ બારડ તથા પો . કોન્સ . રહિમભાઇ દલ , નીલેશભાઇ ડાંગર , દિવ્યેશભાઈ સુવા , ભાવેશભાઇ મકવાણા , અનીરૂધ્ધસિંહ જાડેજા , અમુભાઇ વિરડા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.