રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેડીયાપાડા તાલુકાના એક ગામના ૨૧ વર્ષીય પરણિતાના પતિ રણજીતભાઈના ગામની અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ પત્નીને શારીરિક માનસિક હેરાનગતિ કરી છૂટાછેડા આપવા તૈયાર થતા ઉષાબેને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતા રાજપીપળા સ્થિત અભયમ શેક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી આ દંપતી ના અસર કારક કાઉન્સલીંગ બાદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ ઉષાબેન ના પ્રેમલગ્ન રણજીતભાઇ સાથે થયા બાદ તેમને છ માસ ની દીકરી છે રણજીતભાઇ અંકલેશ્વર ફેક્ટરી મા નોકરી કરે છે તેમને તેમના ગામની એક યુવતી સાથે મિત્રતા થતા બંને એકબીજા ને મળતા અને શારીરિક સબન્ધો પણ હતા ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો ઈરાદો જાહેર કરી પોતાની હયાત પત્ની અને નાની બાળકી ને ઘરે મૂકી રણજીતભાઇ તેમની સ્ત્રી મિત્ર ના ઘરે રહેવા જતા રહેતા જેથી ઉષાબેન ની હાલત કફોડી બની હતી તેમણે પોતાના પતિને સમજાવવા ખુબ કાકલુદી કરી પરંતુ તે તેને મારમારી હાંકી કાઢેલ જેથી હવે આગળ શું કરવું તે ખબર ન પડતા આખરે તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી પોતાને મદદ કરવા જણાવતા અભયમ ટીમે પતિ-પત્ની અને સ્ત્રી મિત્ર ને સાથે રાખી સમજાવેલ કે આવા સબન્ધો ને સામાજિક કે કાયદાકીય સ્વીકૃતિ મળતી નથી સ્ત્રી મિત્ર ને પણ જણાવેલ કે એક પરણિત સ્ત્રી ના સુખી સંસાર મા આમ દખલ કરવી યોગ્ય નથી, રણજીતભાઈને કાયદાકીય સમજ આપેલ જેથી તેમણે પોતાની ભૂલ કબૂલી અને હવે પોતાની પત્નીને હેરાન નહીં કરે અને તેની કાળજી કરશે અને પર સ્ત્રી સાથે પણ કોઈ સબન્ધ નહીં રાખે તેવી ખાત્રી આપી,આમ અભયમ દ્વારા એક તૂટતો ઘર સંસાર બચાવવામાં સફળતા મળી હતી.ઉષાબેને અભયમનો આ મદદ બદલ આભાર માન્યો હતો.