ખેડા: ઠાસરા તાલુકાના નેશ ગામમાં શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોનો આક્ષેપ..

Kheda Latest
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામમાં શૌચાલય બનાવવામાં ગેરરીતિ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલા શૌચાલયમાં નેશ ગામના સરપંચ દ્વારા ભ્રસ્ટાચાર આદર્યો હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના અનેક લોકોને પરવાનગીવાળા મકાન ધરાવતા વ્યક્તિઓને સરકારની જમીનમાં ઠરાવ વગર શૌચાલય બનાવી આપ્યા હોવાના આક્ષેપ થયા છે અમુક લોકોના આકરણીમાં મકાન ન હોવા છતાં પણ શૌચાલય બનાયા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું હતું આ બાબતની અનેકવાર તંત્રને જાણ કરાઈ છે છતાં તંત્ર દ્વારા હજુ તપાસ ચાલુ છે ના જવાબ મળી રહ્યા છે તાલુકાના અધિકારીઓની મીલીભગત હોવાથી તપાસના અહેવાલમાં ભીનું સંકેલવાની કોશિશ કરી સરપંચને છાવરવાની કોશિશ થઇ રહી હોવાનું ગામના સભ્ય ગણપતભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે. શુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઇ ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી થશે ? તેવું નેશ ગામના ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *