રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારીએ માજા મુકી છે ઉપલેટા ધોરાજી તાલુકામાં વધુ ને વધુ કેસો આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિએ મોટી ખાના-ખરાબી સર્જાઇ છે તેમાં ઉપલેટા ધોરાજી બંને તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મોટી નદીઓ ભાદર મોજ વેણુ ઉપરાંત બંને તાલુકાની નાની-મોટી નદીઓ જેવી કેસરપુરા ઉતાવળી રૂપાવટી સહિતની નદી કાંઠાના ખેતરોમાં ઊભા પાકને મોટાપાયે ધોવાણ કરતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે ઉપરોક્ત બાબતે લડાયક યુવા ધારાસભ્ય અને ખેડૂતોના સાચા હામી લલિતભાઇ વસોયાએ અગાઉ લેખિત મૌખીક અને રૂબરૂ રજૂઆત ઉપવાસ આંદોલન કરી ધરપકડો પણ વહોરી છે સ્થાનિક પત્રકારોને માહિતી આપતા લલિતભાઇ વસોયાએ જણાવેલ છે કે ઉપરોક્ત બાબતે ગઈકાલે એક પ્રતિનિધિ મંડળને સાથે રાખી પદ અધિકારી અને અને જવાબદાર અધિકારીઓને ગાંધીનગર રૂબરૂ રજૂઆત કરી છે અને પાક ધોવાણ થયેલ ખેડૂતોને તાત્કાલિક વળતર અને કોરોના દર્દીઓ ને રાજકોટ લાંબુ થવું ન પડે અને ઉપરોક્ત બંને તાલુકાના દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહે તે માટે વહેલી તકે કોવિડ-૧૯ સેન્ટર ખોલવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાત્રી આપેલ હોવાનું જણાવેલ હતું.