વડોદરા : પોલીસ પર હુમલો કરનારા 10 આરોપીમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગભરાટ

Corona Latest Madhya Gujarat

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ હદ વિસ્તારમાં આવેલા ભૂતડી ઝાપા વિસ્તારના કાસમ આલા મસ્જિદ પાસે ટોળાંને વિખેરવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો.આ બનાવમાં પોલીસે દસ આરોપીની ધરપકડ કરી હતી. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા પાંચ આરોપીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું હતું બનાવની વિગત મુજબ વડોદરા શહેરના ભુતડી ઝાપા વિસ્તારમાં આવેલા કાસમ આલા મસ્જિદ પાસે ગઈકાલે સવારે ટોળું ભેગું થયું હતું તેને હટાવવા માટે પોલીસે કાર્યવાહી કરવા જતા ટોળાએ પથ્થરમારો અને બોટલ મારો કર્યો હતો. જેથી આ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.આ હુમલાના બનાવ બાદ પોલીસે ફરિયાદ નોંધી 10 આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે દસ આરોપીના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા 10 આરોપીમાંથી પાંચ આરોપીને કોરોના પોઝિટિવ હોવાનું જણાઇ આવ્યું હતું. આરોપીઓના સંપર્કમા આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પણ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામા આવી હતી. જેમા 1 પીએસઆઇ અને 4 પોલીસ કોન્સ્ટેબલને પણ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા

કોરોના પોઝિટિવ પાંચ આરોપીના નામ

(1) રમીજ દેરૈયા
(2) આસિફ સાહિલિયા
(3) રિયાઝ સિંધી
(4) ફઝલ ડેરૈયા
(5) જાવેદ ઘાચી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *