મોરબી: હળવદના ધારાશાસ્ત્રી સમીરભાઈ એરવાડિયાના ઘરે મોરના બચ્ચા આવી જતા તેમને ફોરેસ્ટ વિભાગના અધિકારીનો સંપર્ક સાધી અને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કર્યા.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેરની મધ્યે આવેલ દરબારનાકા વિસ્તારમાં આવેલ સમીરભાઈ અમૃતભાઈ એરવાડિયાના નિવાસસ્થાને ફળીયાના ભાગમાં આજે સવારે રાષ્ટ્રીય પક્ષી મોરના પાંચ બચ્ચા આવી ગયા હતા ત્યારે આજુબાજુ માં બિલાડી પણ રહેતી હોય ત્યારે તે મોર ના બચ્ચાઓ ને રક્ષણ મળી રહે તે હેતુ થી તરત જ તમામ મોરના બચ્ચા ને પોતાના ઘરે સુરક્ષિત જગ્યા એ રાખ્યા હતા અને આ અંગે ફોરેસ્ટ વિભાગ ના આર.એફ.ઓ ડઢાણીયાને જાણ કરતા તેમણે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને મોકલી અને મોરના પાંચ બચ્ચાઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કર્યા હતા અને આ રીતે રાષ્ટ્રીય પક્ષી મોરના બચ્ચાઓને અન્ય પ્રાણીઓ થી બચાવી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કરી અને જીવદયા નું કાર્ય કર્યું હતું આ કાર્ય માં સેવા કાર્યમાં આસપાસના સેવાભાવી લોકો પણ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ને મદદરૂપ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *