ભાવનગર જિલ્લાના NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને રાહત દરે રાશન વિતરણની કામગીરી શરૂ..

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

સરકારની પ્રવર્તમાન સુચના અનુસાર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના કુલ ૩,૩૮,૨૮૧ NFSA કાર્ડધારકો તથા ૧૨,૧૫૬ NON NFSA BPL કાર્ડધારકોને સપ્ટેમ્બર-૨૦૨૦ માસનાં રેગ્યુલર વિતરણની કામગીરી જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનો ખાતેથી શરૂ કરવામા આવેલ છે. સદર વિતરણ તા.૧૫/૦૯/૨૦૨૦ સુધીમાં કરવામાં આવનાર છે.

માહે સપ્ટેમ્બર-૨૦૨૦ના માસનું ઉક્ત વિતરણ વિનામૂલ્યે કરવામાં આવનાર નથી. જેની તમામ NFSA, NON NFSA BPL કાર્ડધારકોએ તથા વાજબી ભાવના દુકાનદારોએ ખાસ નોંધ લેવી. વધુમાં કાર્ડધારકોને મળવાપાત્ર જથ્થો તથા તેની કિંમત માહે સપ્ટેમ્બર – ૨૦૨૦ દરમ્યાન કેટેગરીવાઇઝ મળવાપાત્ર અનાજના જથ્થામા અંત્યોદય કાર્ડધારકોને કાર્ડદીઠ ૨૫ કિ.ગ્રા. ઘઉં ભાવ રૂ. ૨/- (પ્રતિ કિગ્રા), કાર્ડદીઠ ૧૦ કિ.ગ્રા. ચોખા ભાવ રૂ. ૩/-(પ્રતિ કિગ્રા), 3 વ્યક્તિ સુધી કાર્ડેદીઠ ૧ કિ.ગ્રા. તેમજ ૩ થી વધુ વ્યક્તિદીઠ ૦.૩૫૦ કિ.ગ્રા. ખાંડ ભાવ રૂ. ૧૫/-(પ્રતિ કિગ્રા), ૬ વ્યક્તિ સુધી કાર્ડેદીઠ ૧ કિ.ગ્રા. તેમજ ૬ થી વધુ વ્યક્તિ માટે કાર્ડદીઠ ૨ કિ.ગ્રા આયોડાઇઝડ મીઠું ભાવ રૂ. ૧/-(પ્રતિ કિગ્રા) તથા બીપીએલ કાર્ડધારકોને વ્યક્તિદીઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં ભાવ રૂ. ૨/-(પ્રતિ કિગ્રા), વ્યક્તિદીઠ ૧.૫ કિ.ગ્રા ચોખા ભાવ રૂ. ૩/- (પ્રતિ કિગ્રા), વ્યક્તિદીઠ ૦.૩૫૦ કિ.ગ્રા ખાંડ ભાવ રૂ. ૨૨/-(પ્રતિ કિગ્રા), ૬ વ્યક્તિ સુધી કાર્ડેદીઠ ૧ કિ.ગ્રા તેમજ ૬ થી વધુ વ્યક્તિ માટે કાર્ડદીઠ ૨ કિ.ગ્રા આયોડાઇઝડ મીઠું ભાવ રૂ. ૧/-(પ્રતિ કિગ્રા) તથા NFSA APL કાર્ડધારકોને વ્યક્તિદીઠ ૩.૫ કિ.ગ્રા ઘઉં ભાવ રૂ. ૨/-(પ્રતિ કિગ્રા), વ્યક્તિદીઠ ૧.૫ કિ.ગ્રા. ચોખા ભાવ રૂ. ૩/-(પ્રતિ કિગ્રા) મળવાપાત્ર રહેશે. દરેક કાર્ડધારકોએ વાજબી ભાવની દુકાન ખાતેથી કુપન તેમજ કુપન મુજબનો જથ્થો મેળવી લેવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *