રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાનો વન મહોત્સવની શ્રી સી.પી.પટેલ હાઈસ્કૂલ ખાતે આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ગળતેશ્વર તાલુકા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સેવાલિયા પી. એસ.આઈ એમ. એસ. અસારી દ્વારા વૃક્ષની મહત્વતા વિશે ઉદબોધન આપ્યું હતું અને હાલના સમયમાં વૃક્ષો કેટલા કિંમતી છે તે વિશે જાણકારી આપી હતી. પર્યાવરણમા વૃક્ષના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ગળતેશ્વર પત્રકાર મિત્રો કિરણ શાહ, મહેશ વાળંદ રાકેશ મકવાણા, રિજવાન દરિયાઈ, મોહસીન વ્હોરા વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦-૨૦૦ રોપા રોપવામાં આવ્યા હતા. જેમાં ગુલમહોર, તુલસી, લીમડો વિગેરે ના રોપા સેવાલિયા પી.એસ.આઈ એમ.એસ.અસારીના હસ્તે રોપવામાં આવ્યા હતા.