ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

Latest Rajkot

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી

કોરોના મહામારીના બે વર્ષ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજી ના દરેક સમાજના સહકારથી આવર્ષે રામનવમીની શોભાયાત્રા નિકળી હતી. ધોરાજી શહેરમાં ભગવાન રામજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ભાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કોરોના કાળ ના બે વર્ષ બાદ ધોરાજી શહેરમાં રામનવમીની શોભાયાત્રા નિકળી હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રામનવમીની શોભાયાત્રામાં ભગવાનનો રથ ઘોડા, ડીજે તેમજ ટ્રેક્ટરના, અલગ અલગ વિવિધ ફ્લોટ સાથે નિકળેલ આ તકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, બજરંગ દળના પ્રમુખ તેમજ ગામના આગેવાનો તેમજ અનેક સંસ્થાના સભ્યો હાજરી આપી હતી. રામનવમી શોભાયાત્રા સવારે ૮ કલાકે રામમંદિર થી સ્ટેશન રોડ, ત્રણ દરવાજા, દરબાર ગઢ,સોનીબજાર,તેમજ જેતપુર રોડ જમનાવડ રોડ થયને રામમંદિર પુર્ણ કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *