રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કામગીરી કરવા આપેલ આદેશ મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એલ.વસાવા તથા પો.સબ ઇન્સ. વી.આર.સોનારાના માર્ગદર્શન અનુસાર આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નરેન્દ્ર કછોટ તથા એલ.ડી. મેતાને મળેલ સયુકત બાતમી આધારે મુસાભાઇ દાદુભાઇ મોરીને ટીંબડી ઝટકો ૨૨૦ કેવી સબ સ્ટેશન પાસે ગે.કા. લાયસન્સ કે પરવાના વગર એક દેશી જામગરી બંદૂક કિ.રૂ.૧૦૦૦ની સાથે પકડી પાડી સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.