રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
આજરોજ ડભોઇ નગરમાં શાંતિપૂર્ણ રીતે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ કોરોના મહામારી માં લોકો એ સરકારના નિયમ મુજબ નાની મૂર્તિની સ્થાપના કરી હતી.કોઈ પણ જાતના હર્ષઉલ્લાશ વિના સાદાઇથી આ વર્ષે ભક્તો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.અને સરકારી જાહેરનામા મુજબ ડભોઇના સોની ફળિયા યુવક મંડળ ના આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું મૂર્તિ નાની હોવાથી લોકો એ ઘરે જ પાણીના કુંડમાં મૂર્તિ વિસર્જિત કરી ગણપતિ દાદાને વિદાય આપી હતી.અને આવતા વર્ષે બધું બરાબર રહે અને પેહલાની જેમ જ હર્ષોલ્લાસથી ગણપતિનું આયોજન થાય તેવી પ્રાર્થના કરી ભીની આંખે ગણપતિને વિદાય આપી હતી. સાથે જ સરકારના આદેશ મુજબ ડભોઇ પોલીસના આદેશથી ગામમાં રિક્ષા ફેરવી અને કોઈ પણ મંડળ કે વ્યક્તિ દ્વારા સ્થાનિક તળાવ માં મૂર્તિ વિસર્જન નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. પ્રજા દ્વારા પણ પોલીસ ને સંપૂર્ણ સહકાર આપી શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી દેશ હિત માટે સોની ફળિયા યુવક મંડળે પોતાની ફરજ નિભાવી હતી.