રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે. આજે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે.
બુધવાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 766 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાને કારણે કુલ 33 લોકોનાં મોત નીપજ્યા છે. 15 એપ્રિલ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 766 કેસ નોંધાયા છે. જેમાં છ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 663 લોકો સ્ટેબલ છે.
બુધવાર સાંજ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસને પગલે 33 લોકોનાં મોત થયા છે. 64 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, જેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે રાજ્યમાં કોરોના વાઈરસના સૌથી વધારે 450 કેસ પોઝિટિવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા.
અમદાવાદ શહેરમાં વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા, SVP હોસ્પિટલમાં એકનું મોત નીપજ્યુ છે. કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાતા ગુલબાઇ ટેકરા વિસ્તાર કલસ્ટર કવોરનટાઇન કરાયો છે. સુરતમાં 35 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યારસુધી 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.