મહીસાગર: ડાંગરનો તેયાર થયેલો પાક પડી જતા ખેડૂતો બન્યા બેહાલ..

Latest Mahisagar
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તથા મલેકપુર પંથકમાં પવન અને વરસાદ ના ઝાપટા પડવાથી ખેડુતોનો તૈયાર થયેલો ડાંગર અને મકાઇ જેવા પાકો પડી જતા જગતનો તાત તેવો ખેડુત બન્યો ચિંતાતુર..

લુણાવાડાના મલેકપુર પંથકના આજુબાજુના ગામડાઓ કે સીમલીયા. નાનાવડદલા. સેમારાના મુવાડા. પાદેડી તેમજ મલેકપુર પંથકમાં આવેલા આજુબાજુના ગામડાઓમાં તૈયાર થયેલો પાક પડી જતા ખેડુતોને ધોળા દિવસે રડવા ના દિવસો આવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. એક બાજુ પહેલાથીજ કોરાના વાયરસથી ખેડુતની કમર તુટી ગઇ છે જયારે બીજી બાજુ મેઘરાજા ના લાંબો વિસામણા ખેડુતો ચિંતાતુર બન્યા હતા અને જયારે મેઘરાજા મેહર થતા ડાંગર અને મકાઇ જેવા પાકોમા ખેડુતોને સારૃ તેવુ ઉત્પાદન મળે તેવી ખૂશીઓથી ખેડુત ઝુમી ઉઠયો હતો.પણ જયારે કિસ્મત મા ડોરીયુ તેલ લખ્યું હોય તો ઘી કયાંથી ખાવ મલે તેવી પરિસ્થિતિ જગતનો તાત તેવા ખેડુતોની થઇ હતી. આમ તૈયાર થયેલો પાકોમા વારમવાર પવનો અને વરસાદના ઝાપટ પડવાથી ખેડુતોનો તૈયાર થયેલો ડાંગર પાક પડી જવાની ભીતિ સેવાય રહી છે.આમ જગતનો તાત તેવો ખેડુત બિચારો ન ઘરનો કે ન ઘાટ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *