રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલીના બગસરા પંથકમાં ૨૪ કલાકથી અવિરત વરસાદ પછી જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે તેવા સમયે બગસરા શહેરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ નદી-નાળાઓ છલકાયા છે તેવા સમયે બગસરા શહેરમાંથી પસાર થતી પવિત્ર સમાન સાતલડી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા અને પૂર નિહાળતા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ત્યારે હાલ ઉલ્લેખ છેકે બગસરા પંથકમાં સતત અવિરત વરસાદ પછી લોકોને પણ ક્યાંક નીચે પારાવાર મુશ્કેલી પડી રહી છે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી હોય વહીવટી તંત્ર દ્વારા પણ ખડે પગે રહી ને કામગીરી કરી રહ્યા હોય ત્યારે હાલ ની શાળા વિસ્તારોને પણ મુંજિયાસર ડેમ ઓવરફલો થતા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હોવાનુ પણ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું.