પંચમહાલ મિરર ઈમ્પેક્ટ: મીડિયામાં સોશ્યલ ડિસ્ટન્સની સુફિયાણી વાતો કરતાં બાલાસિનોરમાં ધારાસભ્ય પર દાખલ થઈ ફરિયાદ..!

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
જાણીતા સમાચાર પત્ર પંચમહાલ મિરર દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવેલ ઘટનાની નોધ લઈ તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી..

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ધારાસભ્ય અજીસિંહ પર્વતસિંહ ચૌહાણ જેઓ બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાંડવ ગામે પોતાના રહેણાંકના મકાનના આગળના ભાગે કોરોનાની મહામારીના લોકડાઉન દરમ્યાન જન્મ દિવસની ઉજવણી કરી કરાવતા જાહેરનામાનો ભંગ કર્યો હોય તે બાબતનો ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

સુફિયાણી વાતો કરતા અને મીડિયામાં સોશ્યલ ડિસ્ટન્સીગની વાતો કરતા ધારાસભ્ય પણ ૨૭ મે ૨૦૨૦૨ ના રોજ પોતાની બર્થડે પાર્ટીમાં કોઇપણ પ્રકારની લોકડાઉન ની ગાઇડલાઈનનું પાલન કરતા ન જોવા મળ્યા. તલવાર સાથે પોતાના કાર્યકર્તાઓ સાથેની તસવીર વાઈરલ થતાં ચર્ચાનું પાત્ર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત ૨૭ મે ના રોજ પોતાની વર્ષગાંઠ નિમત્તે કોઇપણ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સીગનું પાલન કાર્ય વિના પોતાના કાર્યકર્તાઓ સાથે પાર્ટી કરતાં ધારાસભ્ય જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે કોણ કોને કહે જેવો માહોલ સર્જાયો છે ત્યારે હમેશા વિરોધપક્ષ તરફથી આવતા નિવેદનો માટે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આ બધા જૂના અને ખોટા વિડીઓ અને ફોટો છે તેવું કહીને પોતાનું નિવેદન આપ્યું હતું.

પરંતુ વૈશ્વિક મહામારી ને લઈને સમગ્ર વિશ્વ જ્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને સરકાર દ્વાર જાહેર પ્રોગ્રામ કે બર્થડે પાર્ટી ન ઉજવવા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી પરંતુ ધરસભ્ય દ્વારા કરવામાં આવેલી વર્ણતુકને લઈને મહે. કલેકટર તથા જિલ્લા મેજસ્ટ્રેટ મહીસાગર લુણાવાડા ના ઓએ તા- ૧૮/૦૫/૨૦૨૦ ના જાહેરનામા ક્રમાંક એમ. એ.જી / કોવિડ૧૯/ જાહેરનામું/ વશી/૧૧૪૨/૨૦૨૦ મુજબ બહાર પાડ્યું હતું. આ જાહેરનામા અંતરગત કોઇપણ પ્રકારની જાહેર ઉજવણીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જડવવા માસ્ક બાબતે જરૂરી સૂચનો જાહેર કર્યા હતા. પરંતુ પોતાનો તલવાર ખેંચીને જન્મદિવસની ઉજવણી કરવામાં મશગૂલ સભ્ય દ્વારા કરવામાં આવેલી આ ઉજવણીને જાહેરનામાનો ભંગ કરાયો હોય આજે તેમની વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *