સોમનાથ મંદિર પર નભતા નાના ધંધાર્થીઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

Corona Latest

રિપોર્ટર : પાયલ બાંભણીયા,ઉના

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી સામે લડવા સરકારની સુચના મુજબ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ટ્રસ્ટના અઘ્યક્ષ કેશુભાઈ પટેલની સુચના માર્ગદર્શન મુજબ લોકડાઉન દરમ્યાન આસપાસના વિસ્તારમાં ઘર વિહોણા જરૂરીયાતમંદ લોકોને ટ્રસ્ટ તરફથી ભોજન આપવામાં આવે છે. તેમાં દાતાઓનો સહયોગ મળ્યો છે. સ્થાનિક ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર પણ સાથે જોડાયું છે અને એક ટાઈમનું ભોજન પણ આપે છે. અઘ્યક્ષની સુચના મુજબ સોમનાથ મંદિર પર નભતા જે નાના ધંધાર્થીઓ છે તેમજ ફોટોગ્રાફરો વિગેરેને પણ સોમનાથ ટ્રસ્ટ તરફથી રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યું છે જુદા જુદા જરૂરીયાતમંદોને ૮૦૦ થી વધારે કીટનુ વિતરણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટની આ કામગીરીમાં જુદાજુદા દાતાઓનો સહયોગ પણ મળ્યો છે. પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી એક દાતા દ્વારા ૩૦૦ રાશનકીટ તેમજ ૫૦૦ રાશનકીટ દરીયામાં માછીમારી કરતા અન્ય રાજ્યોના માછીમારો જે સોમનાથ વેરાવળ ખાતે છે. તેઓને આપવા માટે દાન મળ્યું છે. લોકડાઉન દરમ્યાન સોશ્યલ મીડીયાના માઘ્યમથી જુદાજુદા ૪૫ દેશોમાં ૨.૫ કરોડ લોકોએ સોમનાથજીના ઘર બેઠા દર્શન કર્યા છે અને ભગવાન સાથે જોડાયેલા રહ્યા છે.

વિશેષમાં લોકડાઉન દરમ્યાન ૧૨૫ જેટલા યાત્રિકો જે સોમનાથમાં છે તે તમામની રહેઠાણ વ્યવસ્થા તેમજ ભોજન, ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ ટ્રસ્ટનુ લીલાવતી ભવન પણ કવોરન્ટાઈન માટે વહીવટી તંત્રને આપવામાં આવેલ છે. લોકડાઉન દરમયાન ટ્રસ્ટના કર્મચારીઓની ટીમ દ્વારા અઘ્યક્ષની સુચના, માર્ગદર્શન મુજબ વિવિધ સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે. લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે લોકડાઉનમાં ઘરમાં રહો સુરક્ષીત રહો સરકાર, વહીવટીતંત્ર તેમજ પોલીસ, આરોગ્ય કર્મીઓનુ સુચનાનુ પાલન કરો અને સહકાર આપો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *