અમરેલી જિલ્લા ના ગીર અને બૃહદ ગીરના વન્ય જીવો માટે પાણી અને ઠંડક ની વ્યવસ્થા હાલ વન વિભાગ દ્વારા કરવામાં આવી

Latest

રિપોર્ટર : પાયલ બાંભણીયા,ઉના

ચૈત્રના ધોમધખતા તાપમાં વનરાજા સહિતના પ્રાણીઓને પાણીની જરૂર હોય છે ત્યારે મે મહિના નો આકરો તાપ વરસી રહ્યો છે અને અમરેલી જિલ્લા ના ગીર અને બૃહદ ગીર નું તાપમાન ૪૧ ડીગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે ત્યારે સિંહો સહિત ના વન્ય જીવો માટે હાલ તંત્ર દ્વારા પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. હાલ ઉનાળા ની કાળ જાળ ગરમી વરસી રહી છે અને અમરેલી બૃહદગીર સહિત સિંહો ના રહેઠાણ નું તાપમાન ૪૧ ડીગ્રી ઉપર જવા પામ્યું છે જેની સીધી અસર સિંહો સહિત ના વન્ય જીવો પર નોંધાઈ રહી છે ખાસ કરી ઉનાળા માં સિંહો સહિત ના વન્ય જીવો ને તૃણ ભક્ષી ઓ ને નિશાચરો ને પોતના શરીર માં પાણી ખાસ જોતું હોય છે

પરંતુ હાલ મિતિયાલા અભ્યારણ અને ખામ્ભા ના અમુક વિસ્તારો ને બાદ કરતાં તમામ કુદરતી પાણીના પોઇન્ટ સુકાઈ જતા તંત્ર દ્વારા ખાસ પ્રકાર ની સુવિધા વન્ય જીવો માટે કરવા માં આવી છે. ૨૨૦૦૦ ચો કિમિ બૃહદગીરમાં હાલ કૃત્રિમ ૬૦૦ જેટલા પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહયા છે. શેત્રુંજય ડિવિઝન માં લીલીયા ક્રાકચ રાજુલા જાફરાબાદ સહિત જેસર પાલીતાણા ના વિસ્તારો માં હાલ સિંહ અને વન્ય જીવો ના વિસ્તારો માં કૃત્રિમ પાણીના પોઇન્ટ ટ્રેકટર અને અન્ય પાણી ના ટેન્કર દ્વારા ભરવા માં આવી રહયા છે જે થઈ સિંહો સહિત માં વન્ય જીવો માટે આ આશીર્વાદ સમાં આ પાણીના કૃત્રિમ પોઇન્ટ બન્યા છે.

હાલ શેત્રુંજી નદી સૂકી ભટ બની છે તેમજ ગીર ની ઘાતરવડી નદી પણ સુકાઈ જતા આ વિસ્તારના સિંહો માટે પણ વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ રોજબરોજ ભરવામાં આવી રહ્યા છે જેમાં પાણીના ટેન્કરો દ્વારા તેમાં નર્મદાનું મીઠું પાણી હાલ આ વન્ય જીવો સિંહો એ આપવામાં આવી રહ્યું છે તેમજ અમુક જગ્યા પર પવન ચકીઓ પણ કાર્યરત છે. ગુજરાત સરકાર શેત્રુંજય ડિવિઝન ના ઇન્ચાર્જ ડી.એફ.ઓ સંદીપ કુમાર જણાવે છે કે વન્ય જીવો માટે પાણી અને ઠંડક ની વ્યવસ્થા હાલ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *