રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
સમગ્ર ગુજરાત માલધારી સેના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકામાં ગોચર બાબતે બહુ બધું દબાણ કરવા આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત માં આવેદન દેવાનું હોય ત્યારે આજે ગીર ગઢડા તાલુકા ખાતે માલધારી યુવા સંગઠન દ્વાર મામલતદાર કચેરી ગીરગઢડા ખાતે આવેદન દેવામાં આવ્યું ત્યારે માલધારી સમાજ ના આગેવાનો ગભરુભાઈ રબારી , સોથાભાઈ ભરવાડ ,અરજનભાઈ રબારી, કાળુભાઇ આહીર ,ઝીણાંભાઈ ભરવાડ ,અને સમગ્ર તાલુકામાં થી બહોળી સંખ્યા માં માલધારી હાજર રહ્યા હતા.