રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા વડ,પીપળાના છોડનું વન વિભાગના સહીયોગ થી સુધીર ઠક્કર અને ડો મહેન્દ્ર આહીર અને નાથા લાલ ઠાકોર અને અન્ય કાર્યકરો અને વન વિભાગ ના સહીયોગ થી દસ હજાર વડ,પીપળાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
પછાત વિસ્તારમાં વરસાદ ઓછો આવતો હોય તો વૃક્ષો વાવવા થી વરસાદ વધુ આવે છે તેવી માન્યતા છે તેને લઈને સુધીરભાઈ ઠક્કરે જણાવ્યું કે અમો સાતલપુર તાલુકા ના અને રાધનપુર તાલુકાના દરેક ગામોમાં વૃક્ષોનું વાવેતર કરાવી આ વિસ્તારની હરીયાળુ બનાવી છેલ્લા ત્રણ વર્ષથી હું આ કાર્ય કરી રહ્યો છું અને દરેક પ્રેમીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારને હરિયાળું બનાવવા સાથ સહકાર આપે અને આ વિસ્તારની અંદર લાખોની સંખ્યામાં હું વૃક્ષોનું વાવેતર કરાવવા વિભાગના સહયોગથી મફત પીપળ અને વડનું વિતરણ કરી રહ્યો છું અને મારા જીવનનો એક જ હશે આ પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી જેવા વિસ્તારને હરીયાળુ બનાવવાનું તે કાર્ય હું કરી રહ્યો છું.