રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કારસેવકો નું સન્માન કરાયું અને ઘરે ઘરે દિવડા પ્રગટાવી આનંદોત્સવ મનાવાયો…
અયોધ્યા ખાતે લાંબી કાયદાકીય લડાઈ બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ રામજન્મભૂમિ સ્થાન પર રામમંદિર નિર્માણ નું શિલાન્યાસ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં પણ રામભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ ખાતે ચાર ચોકમાં આવેલાં શ્રી રામ મંદિર ખાતે બપોરે ભવ્ય આરતી કરવામાં આવેલ હતી. કેશોદ શહેર ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકા નાં સદસ્યો હાજર રહ્યા હતાં. રામલ્લાની આરતી બાદ જય ઘોષ સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યા ખાતે કારસેવા માં જોડાયેલાં કારસેવકો નું શ્રી રામ મંદિર ખાતે અને ઘરે સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં આવેલા જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આરતી કરવામાં આવેલ હતી. સાંજના સાત વાગ્યે રામભક્તો દ્વારા પોતપોતાના ઘરે દિવડા પ્રગટાવી આનંદોત્સવ મનાવયો હતો. સિત્તેરેક વર્ષ સુધી ચાલેલી લડાઈ આંદોલન બાદ વિજય થતાં ખુશીનું વાતાવરણ ઉભું થયેલું હતું. પુર્વ નાયબ વડાપ્રધાન અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી જે રથયાત્રા કાઢી હતી તેનો પ્રથમ વિરામ કેશોદ ખાતે હતો તેમજ દર વર્ષે સોમનાથ મંદિરે દર્શન કરવા પધારતા ત્યારે કેશોદ એરપોર્ટ ખાતે ઉતરી વાહનમાર્ગે સોમનાથ જતાં હોય કેશોદ સાથે રામજન્મભૂમિ મુક્તિ આંદોલન નાં પ્રણેતામાં લાલકૃષ્ણ અડવાણીનો નાતો જોડાયેલો છે ત્યારે કેશોદ શહેરમાં વધું ખુશી વ્યાપી ગઈ હતી.