જૂનાગઢ: કેશોદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કુદકો લગાવી મોતને વહાલું કર્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદના નિવૃત્ત વિજકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો એની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી….

કેશોદના અગતરાય રોડ પર આવેલાં કેબીસી શોપિંગ સેન્ટર ખાતે ની નોબેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ ને સારવાર માટે દાખલ કરવામાં આવે છે ત્યારે કેશોદ શહેરમાં રહેતાં ડઢાણીયા પ્રવિણભાઈ દેવરાજભાઈ ઉ.વ.૬૧ ને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં કેશોદ ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. આજરોજ તારીખ ૨૦/૯/૨૦૨૦ નાં સવારે ત્રીજા માળે આવેલા વોર્ડની બારીએથી નીચે કુદકો માર્યો હતો જેથી તાત્કાલિક ૧૦૮ દ્વારા કેશોદ સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યાં હતાં. કેશોદ સરકારી દવાખાને ફરજ પરનાં ડૉક્ટર ભીમાણી એ તપાસીને મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક પ્રવિણભાઈ દેવરાજભાઈ ડઢાણીયા કેશોદ જીઇબી કચેરી નાં નિવૃત્ત કર્મચારી હતાં. કેશોદની કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલાં દર્દીએ બારીએથી નીચે કુદકો મારી મોતને વહાલું કરતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામાન્ય રીતે કોવીડ-૧૯ હોસ્પિટલ માં દાખલ થયેલાં કોરોના પોઝિટિવ રીપોર્ટ વાળાં દર્દીઓ માટે યોગા દ્વારા માહિતી આપી શ્ર્વાસોશ્ર્વાસ ઝડપી કરવા યોગ શિક્ષક અને માનસિક તનાવ દૂર કરવા માનસિક તજજ્ઞો દ્વારા પણ દવાઓની સાથે સાથે સારવાર આપવામાં આવતી હોય છે. ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ નાં ફરજ પરનાં ડૉક્ટર નાં જણાવ્યા મુજબ કોરોના પોઝીટીવ રીપોર્ટ ધરાવતાં દર્દી ડઢાણીયા પ્રવિણભાઈ દેવરાજભાઈ ને બ્લડપ્રેશર ની પણ બિમારી હતી અને સ્ટાફના જણાવ્યા મુજબ સવારે પાંચ વાગ્યા સુધી ઉંઘ્યા નહોતાં દવા આપવામાં આવેલી હતી ત્યારે સવારે સાડા નવ વાગ્યે દુ:ખદ ઘટના બની હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં દર્દી નું પોસ્ટમોર્ટમ કેશોદના સરકારી દવાખાનામાં કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય જેથી આગળ જાણ કરવામાં આવ્યાનું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. કોવીડ-૧૯ ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે વધું તપાસ કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *