રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
કોડીનાર ઉના અને ઉના થી ભાવનગર નેશનલ હાઈવે ઉનાના મધ્યમાંથી પસાર થાય છે તે નેશનલ હાઈવે લામધાર પાટિયા થી રોકડિયા હનુમાન દાદા સુધી રસ્તાની પરિસ્થિતિ અતિ બિસ્માર હાલત છે. રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે તેમ જ ઉના થી ભાવનગર રોડ પર મચ્છુન્દ્રી નદી પર પુલ આવેલ છે અને પુલ પર પણ મોટા ખાડા પડી ગયા છે.પુલ પણ જર્જરિત હાલતમાં છે. આ રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત હોસ્પિટલ આવવા-જવા માટે અને તેમાં પણ ખાસ મહિલાઓને ડીલેવરી સમયે ખૂબ મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યા ન હતા તેથી તા.૧૯/૦૮/૨૦ ના રોજ યુવાનો દ્વારા ગાંધીગીરી કરી અને રસ્તા ઉપર વૃક્ષોનું વાવેતર નો કાર્યક્રમ કરવામાં આવેલ અને લોકફાળો ભેગો કરવાનો કાર્યક્રમ કરેલ હતો.અને તેમાં ૧૩૧૮ જેટલા રૂપિયા ભેગા થયા હતા .આ પૈસા પ્રાંત અધિકારી મારફત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જમા કરાવવામાં આવ્યા હતા અને પંદર દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.અને તેની તા.૪/૯/૨૦ ના રોજ અવધિ પૂર્ણ થઇ રહી છે.આ તારીખ સુધી માં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકો દ્વારા શ્રમ યજ્ઞ કરી અને રસ્તા ઉપર ગાંધીગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આવેદનપત્રમાં વિનોદભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ બાંભણિયા, રસિકભાઈ ચાવડા, ભરત ભાઈ શિંગડ ,ધર્મેશ ભાઈ જેઠવા વગેરે ની ઉપસ્થિતિમાં પ્રાંત કચેરી માં નાયબ મામલતદાર જોષીસાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું. હવે રસ્તો રીપેરીંગ થાય છે કે કેમ તે તો સમય જ બતાવશે.