રિપોર્ટર:- પાયલ બાંભણિયા, ઉના
દિલ્હીના ઉદ્યોગપતિ સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેન્ન નું ઉત્પાદન કરે છે.
સોમનાથ મહાદેવના દર્શન આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે તે માટે દિલ્હીના એક સ્કેન હાઇપર ચાર્જ કોરોના કેન્નનું ઉત્પાદન કરતાં ઉદ્યોગપતિ પ્રદીપ કુમાર તનેજા પોતાની કંપનીમાં આ પ્રકારના મશીનનું ઉત્પાદન કરે છે. જેનાથી એકહજાર ચોરસ ફૂટ વિસ્તારને કોરોના વાયરસથી મુક્ત કરી શકાય છે. તેમણે મશીનના પ્રથમ ઉત્પાદનને દેશના સુપ્રસિદ્ધ ધર્મ સ્થાન નોંધમાં ભેટ આપવાનો સંકલ્પ કર્યો હતો. જે મુજબ સોમનાથ તીર્થ પુરોહિત વિક્રાંત પાઠકના હસ્તે આ મશીન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડને સુપ્રત કરાયું હતું. ટૂંક સમયમાં આ મશીન મંદીરના સભાખંડમાં કાર્યરત કરી દેવામાં આવશે.