રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગીર સોમનાથની સંસ્થા નિરાધારનો આધાર દ્વારા રસ્તા પર રખડતા ભટકતા અસ્થિર મગજના બિનવારસી લોકોને સાચવી સાર સંભાળ કરી પરિવારની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે ત્યારે આશ્રમમાં 3 માસ થી આશ્રય લઈ રહેલ ૫૪ વર્ષીય વૃદ્ધની પૂછતાછ કરી પોલીસ સ્ટેશનનો સહયોગ લઈ તેના પરિવારની શોધખોળ કરવામાં સફળતા મળી હતી. આજ રોજ ઉત્તરપ્રદેશ થી તેનો પરિવારના લોકો તેમને લેવા માટે આવી પહોંચ્યા હતા.દોઢ માસ થી વિખૂટા પડેલા પરિજન સાથે પુનઃ મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.