રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા વિજપડી રોડ બન્યો કાઈમી અકસ્માત નો કોન્ટ્રાક્ટ અને તંત્ર ની બેદરકારી થી અકસ્માત વધુ થવા લાગ્યા છે રોડની બંને સાઈડોનું પુરાણ કરવામાં આવ્યુ નથી ત્યારે મોટા વાહનચાલકો સામ સામે થાય છે ત્યારે ઓવરટેક કરવામાં અકસ્માત સર્જાયા કરે છે
રાજુલા વિજપડી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે અને તેમા મોટા કપસા નાખવામાં આવ્યા છે ત્યારે નાના વાહનસાલકો માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે જો તાત્કાલિક ધોરણે રોડ રીપેરીંગ કરવામાં નહી આવે તો અનેક અકસ્માત સર્જાયા કરશે અને કોઈ મોટી ઘટના પણ બની શકે છે ત્યારે આજુબાજુના ગામના લોકો કોન્ટ્રાક્ટર ઉપર રોષે ભરાયા છે જ્યારે ત્રણ વર્ષ ની ગેરન્ટી મા રોડ હોય છે તે રોડ એક વર્ષ પહેલા ટુટી જાય છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે આજુબાજુના ગામના લોકો દ્વારા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.