રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કડાણા ડાબા કોઠા મુખ્ય માઈનોર માંથી પસાર થતી હડમતીયા થી સીમલીયા જતી માઈનોર કેનાલમાં ઠેર ઠેર જગ્યાએ અતિશય ઘાસચારો ઉગવાને કારણે કેનાલ બની ઘાસ ચારાનુ સામ્રાજ્ય. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના માંથી પસાર થતી હડમતીયા થી સીમલીયા તરફ જતી હડમતીયા માઈનોરમાં સેમારાના મુવાડા,મોટા વડદલા તેમજ નાના વડદલા ગામમાંથી પસાર થતી કેનાલ અતિશય ઘાસચારો ઉગી નીકળવાના કારણે હડમતીયા માઈનોર સેમારાના મુવાડા થી ઘટીયાડા સુધી જાણે એક કોતરમાંથી પાણી વહી રહ્યુ હોય તેવુ દેખાય રહયું છે. આ જગ્યા પર ઘાસચારનુ સામ્રાજ્ય એટલી હદ સુધી ફેલાય ચુક્યું છે કે હકીકતમાં આ કેનાલ છે કે તેમ તેને ઓળખવુ તે પણ એક વિકટ પ્રશ્ન છે. આમ કેનાલ અતિશય ઘાસચારો તેમજ અતિશય કેનાલમા પુરણ થવાને કારણે પણ માઈનોર ઠેર.ઠેર પાણી લીકજ થવાને કારણે ખેડુતોના તૈયાર થયેલો પાક પાણીને લીધે બગડી જવાની ભીતિ સેવાય રહી છે. આમ કેનાલ સ્વચ્છતા નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. શું તંત્ર દ્વારા કેનાલમાં સાફ સફાઈ કરવામા આવતી નહી હોય? અને જો તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામા આવતી હોય તો આજે આ કેનાલ આવી પરિસ્થિતિ કંઈ રીતના સર્જાય તે પણ એક વિકેટ પ્રશ્ર્ન જોવા મળે છે. આમ કેનાલમા અતિશય ઘાસચારો તમેજ ઠેર ઠેર કેનાલમાં લીકેજ અને અતિશય કેનાલમાં પુરણ થવાને કારણે સીમલીયા. ઘટીયાડા અને હાડના મુવાડા ખેડુતો સુધી તો પાણી પણ પહોંચી શકતું નથી.શુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાયૅવાહી કરવામાં આવશે કે નહી તે જોવાનું હવે બાકી રહ્યું છે.